ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો છે.
FIRનો સારાંશ
હું એસ.ડી. રાણા પો. સબ.ઇન્સ. રાણપુર પોલીસ સ્ટેશન જી. બોટાદ...
તા.26/07/2022 રાણપુર પો.સ્ટે.અમોત નંબર-09/2022 સીઆરપીસી કલમ 174 મુજબના બનાવની દેવાગણા ગામે તપાસ કરતાં અમોને જાણવા મળેલ કે મરણ જનાર વાઘજીભાઇ મોહનભાઇ મકવાણા રહે. કોરડા તા. ચુડા હાલ રહે. દેવગણા તા. રાણપુરવાળાઓ દારૂ પીવાની ટેવવાળા હોય અને દેવગણા ગામે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ અજિતસિંહ ચુડાસમાના ગલ્લેથી કૅમિકલ જેવું પ્રવાહી પીવાના કારણે મરણ ગયેલ છે તેવી હકીકત મળતા ગલ્લે ચેક કરતાં એક પ્લાસ્ટિકની થેલીમાં આશરે પાંચ લીટર જેટલું રંગહિન કૅમિકલ જેવું પ્રવાહી મળી આવેલ, અને મહેન્દ્રસિંહની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, વાઘજીભાઇ તા.24/07/2022ના રોજ ગલ્લેથી 2 પોટલી કિ.રૂ.40 આપીને લઇ ગયેલ છે.
કૅમિકલ ક્યાંથી અને કેવી રીતે મેળવેલ છે તે પૂછતાં તેણે જણાવેલ કે ચોકડી ગામના પીન્ટુભાઇ રસીકભાઇ દેવીપૂજકનાઓ તા.24/07/2022 ના રોજ બપોરના ચારેક વાગ્યે દેવગણા ગામે આવેલ અને 10 લીટર જેટલું કૅમિકલ આપેલ અને મેં તેના રૂ.1000/- ચુકવણી કરેલ અને ત્યારબાદ આ કૅમિકલમાંથી મેં આશરે પાંચ લીટર જેટલું રાખી બાકીના 5 લીટર કૅમિકલમાં પાણી ભેળવી પ્લાસ્ટિકની નાની પોટલીયો બનાવેલ અને લોકોને વેચાણ કરેલ છે. આમ ઉપર જણાવેલ તમામ આરોપીઓએ ભેગા મળી ઇરાદા પુર્વક આ ઝેરી કમિકલ પીવાથી પીનારનું મૃત્યુ થશે તેવુ જાણવા છતા, આ ઝેરી કેમિકલનું ઇરાદા પુર્વક વેચાણ કરી ઉપર જણાવેલ લોકોના મોત નીપજાવી ગુનો કરેલ હોય, મારી ઉપરોકત તમામ આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર થવા ફરીયાદ છે. મારા સાહેદો ફરિયાદમાં જણાવેલ તેમજ તપાસમાં મળી આવે તે વિગેરે છે.
આજ રોજ તા. 26-7-22 બરવાળા પો.સ્ટે. અમોત નંબર-09-2022 સી.આર.પી.સી. મ.174 મુજબના બનાવની તપાસ અમોએ સંભાળેલ અને આ બનેલ બનાવ શંકાસ્પદ હોઈ રોજિદ ગામે તપાસ કરતાં જાણવા મળેલ કે મરણ જનાર શાંતિભાઈ તળશીભાઈ પરમાર રહે. રોજિદ તા. બરવાળા રોજિદ ગામે રહેતી ગજુબેન પ્રવિણભાઈ વડદરિયાનાઓના ઘરે દારૂ પીવાના કારણે મરણ ગયેલ છે. અમોએ ગજુબેનના ઘરે ચેક કરતાં પ્લાસ્ટિકની થેલીમાં આશરે 8 લીટર જેટલું રંગહીન કૅમિકલ જેવુ પ્રવાહી મળી આવેલ. ગજુબેનની પૂછપરછ કરતાં તેણીએ જણાવેલ કે, શાંતિભાઈ તા. 25-7-2022ના રોજ મારી પાસેથી 2 પોટલી કિં. રૂ. 40 આપીને લઈ ગયેલ છે. રંગહીન કૅમિકલ બાબતે પૂછતાં તેણીએ જણાવેલ કે કૅમિકલ પોતે ચોકડી ગામના પીન્ટુભાઈ રસીકભાઈ દેવીપૂજકનાઓ તા. 25-7-22ના રોજ સવારના છએક વાગ્યે અહીં રોજિદ ગામે આવેલ અને મને 20 લીટર જેટલું કૅમિકલ આપેલ અને મેં તેના રૂ.200 ચૂકવણી કરેલ અને ત્યાર બાદ મેં આશરે 12 લીટર જેટલા કૅમિકલમાં પાણી ભેળવી પ્લાસ્ટિકની નાની પોટલીયો બનાવેલ અને છૂટક વેચાણ કરેલ.
એફએસએલ ગાંધીનગર ખાતેથી પૃથક્કરણ અહેવાલ વંચાણે લેતાં તેમાં મિથાઈલ આલ્કોહોલની હાજરી અનુક્રમે 98.71 ટકા તથા 98.99 ટકા હોવાનું શોધાયેલ છે. આમ ઉપર જણાવેલ તમામ આરોપીઓએ ભેગા મળી ઈરાદા પૂર્વક આ ઝેરી કેમિકલ પીવાથી પાનારનું મૃત્યુ થશે તેવુ જાણવા છતા, આ ઝેરી કેમિકલનું ઈરાદાપૂર્વક વેચાણ કરી ઉપર જણાવેલ દશ લોકોના મોત નીપજાવી ગુનો કરેલ હોય મારી ઉપરોક્ત તમામ આરોપીઓ તેમજ તપાસમા ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર થવા ફરિયાદ છે.
સેટિંગની ઑડિયો ક્લિપ વાઇરલ થતાં મહિલા ASI સસ્પેન્ડ
દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મહિલા એએસઆઇ યાસ્મિન જગરેલાની કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇ યાસ્મિન જગરેલાને તાત્કાલિક અસરથી બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.
બીજા દિવસે જાહેર થયેલાં મૃતકો
1. ટીકાભાઈ ભુપતભાઈ ખોડદા (35) (રોજિદ, બરવાળા)
2. દિપકભાઈ રણછોડભાઈ વાઘેલા (45) (રોજિદ, બરવાળા)
3. ધુડાભાઈ રણછોડભાઈ બામરોલિયા (50) (રોજિદ, બરવાળા)
4. વિપુલભાઈ વીનુભાઈ કાવિઠિયા (29) (રોજિદ, બરવાળા)
5. દેવજીભાઈ નાનુભાઈ ખોડદા (55) (રોજિદ, બરવાળા)
6. ભૂપતભાઈ જીણાભાઈ વિરગામા (46) (રોજિદ, બરવાળા)
7. દિપકભાઈ ભાવુભાઈભોજિયા (ભીમનાથ, બરવાળા)
8. ચેતનભાઈ દેવજીભાઈ સુરેલા (પોલારપુર, બરવાળા)
9. દિપકભાઈ રતિલાલ કુમારખાણિયા (પોલારપુર, બરવાળા)
10. બહાદુરભાઈ લઘરભાઈ વલાણિયા (50) (ચંદરવા, રાણપુર)
11. ચુંડકીબહેન ચામસંગભાઈ વસેમિયા (ચંદરવા, રાણપુર)
12. વાઘજીભાઈ મોહનભાઈ મકવાણા (દેવગણા, રાણપુર)
13. હરદેવસિંહ રણજિતસિંહ ચુડાસમા (42) (દેવગણા, રાણપુર)
14. કાનાભાઈ સુરાભાઈ ચેખલિયા (40) (દેવગણા, રાણપુર)
15. લાલુ મણિરામ યાદવ (28) (ઇસનપુર, અમદાવાદ)
16. નરશીભાઈ કાળુભાઈ વાઘેલા (65) (દેવગણા, રાણપુર)
17. બળવંતભાઈ નથ્થુભાઈ સિંધવ (વેજળકા, રાણપુર)
18. મનસુખભાઈ ભીમજીભાઈ સોલંકી (વૈયા)
19. ઘનશ્યામભાઈ મનુભાઈ ઠેતરોજા (વૈયા)
20. મુકેશભાઈ પરમાર (રોજીદ, બરવાળા)
21. જોગીદાસ રાવળ (સુંદરિયાણા)
22. માવજીભાઈ ધરમશીભાઈ મોરવાડિયા (રાણપરી)
23. સીતાબહેન જેવરસિંહ (રાજસ્થાન)
24. રમેશભાઈ મગનભાઈ વડદરિયા (અણિયાળી, ધંધુકા)
25. સુરેશ મકવાણા (અણિયાળી, ધંધુકા)
26. વાઘજીભાઈ મોહનભાઈ મકવાણા (કોરડા, ચુડા)
27. દીપકભાઈ ભાવાભાઈ ભોચિયા (ચચાણા)
28. બાપાલાલસિંહ ઝીલુભા ચુડાસમા (ખરડ, ધંધુકા)
આરોપીઓનાં નામ
1. ગજુબેન પ્રવિણ બહાદુર વડદરિયા (રોજીદ)
2. પિન્ટુ રસિક દેવીપૂજક (ચોકડી)
3. વિનોદ ઉર્ફે ફનટો કુમારખાણિયા (નભોઈ)
4. સંજય ભીખા કુમારખાણિયા (નભોઈ)
5. હરેશ કિશન આંબલિયા (ધંધુકા)
6. જટુભા લાલુભા (રાણપરી)
7. વિજય ઉર્ફે લાલો પઢિયાર (રાણપરી)
8. ભવાન નારાયણ (વૈયા)
9. સન્ની રતિલાલ (પોલરપુર)
10. નસીબ છના (ચોકડી)
11. રાજુ (અમદાવાદ)
12. અજિત દિલીપ કુમારખાણિયા (ચોકડી)
13. ભવાન રામુ (નભોઈ)
14. ચમન રસિક (ચોકડી)
...આ રીતે સમજો રાજ્ય સરકારની કેમિકલ થિયરી
1. ફેક્ટરીથી કેમિકલ ચોરાયું એમ કહીને કેમિકલ વેચનારી કંપનીનો બચાવ કર્યો
2. ‘મોત કેમિકલથી’... આ દાવો કરીને ગેરકાયદે દારૂ વેચવાના આક્ષેપથી બચ્યા
3. કેમિકલ થિયરી દ્વારા પોલીસ, તંત્ર અને સરકાર ત્રણેયે પોતાને ક્લીનચિટ આપી
લઠ્ઠામાં 98 ટકા કરતાં વધુ મિથાઇલનું મિશ્રણ હોવાની તારણ
એફએસએલની તપાસમાં જણાયું કે અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. સારવાર હેઠળ દર્દીઓની ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંર્દભે એફએસએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.


.png)